Thursday, January 16, 2025

મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર ધુમધામથી ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગઈ કાલના રોજ મોરબી શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. જગતના નાથ એવા કાનુડાના જન્મોત્સવને વધાવવા મોરબીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. અને વાલાના વધામણા કર્યા હતા.

ગઈ કાલના રોજ દેશભરમાં હિંદુ ધર્મના મહત્ત્વના તહેવાર જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. હિંદુ ધર્મમાં ભગવાન કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોહિણી નક્ષત્રમાં રોજ ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી શહેર તેમજ જિલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર તેમજ ગામડાઓમાં ભવ્ય શોભાયાત્રા કાઢી મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા. અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે લોકો રાસ ગરબે પણ રમ્યા હતા. અને કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરી કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર