મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો 100 બટોલ સાથે એક ઈસમ ઝડપાયો , એક ફરાર
મોરબી: મોરબીના નીતીનનગર શકત શનાળા આરોપીઓના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૦ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નીતીનનગર શકત શનાળામાં રહેતા આરોપી ઘનશ્યામભાઈ છત્રસિંહ જાડેજા (ઉ.વ.૨૭) તથા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦૦ કિં રૂ. ૫૬,૮૦૦ તથા પોતાની ક્રેટા કાર રજીસ્ટર નંબર-જીજે-૦૮-સીઆરપી-૫ કિં રૂ.૨,૦૦,૦૦૦ વાળીનો માલ હેરાફેરીમાં ઉપયોગ કરી આરોપી ઘનશ્યામભાઈ છત્રસિંહ જાડેજા (ઉ.વ.૨૭) રહે. નીતીનનગર શકત શનાળા મોરબી વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે. નીતીનનગર શકત શનાળા મોરબી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.