મોરબીના ધરમપુર ગામે જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમ, લોરીસ કારખાનાના સ્ટોરરૂમમા તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમ, લોરીસ કારખાનાના સ્ટોરરૂમમા તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો ભાવેશભાઇ ચતુરભાઇ ડઢાણીયા ઉ.વ.૪૫, રહે. રવાપર રોડ, સુભાષનગર શેરી નં.૦૨, મોરબી-૦૧, મુળ રહે. ખરેડા, તા.જી.મોરબી, અભય ચુનિલાલભાઇ દેકાવાડીયા ઉ.વ.૩૪, રહે. મોમ્સ હોટલની પાછળ, ભક્તિનગર સર્કલ, શનાળા રોડ, તા.જી.મોરબી, મુળ રહે. વનાળીયા, તા.જી.મોરબી, રવિરાજ ટપુભાઇ અઘારા ઉ.વ.૩૦, રહે. અવનિ ચોકડી, ઉમા પેલેસ, તા.જી.મોરબી, મુળ રહે. મોડપર, તા.જી.મોરબી, વિપુલભાઇ મોહનભાઇ અમૃતીયા ઉ.વ.૩૮, રહે. સુભાષનગર, ગરબી ચોક, મોરબી-૦૧, મુળ રહે. જેતપર, તા.જી.મોરબી, અશ્વિનભાઇ પ્રાગજીભાઇ કાંજીયા ઉ.વ.૪૪, રહે. અવનિ ચોકડી, જય અંબેનગર સોસાયટી, મોરબી-૦૧, મુળ રહે. ચાંચાપર, તા.જી.મોરબી, હિતેન્દ્રભાઇ ભચુભાઇ સદાદીયા ઉ.વ.૪૫, રહે. સુભાષનગર, રવાપર રોડ, મોરબી-૦૧, મુળ રહે.ખાખરાળા, તા.જી.મોરબી, હિતેશભાઇ છગનભાઇ ચારોલા ઉ.વ.૪૦, રહે. સુભાષનગર, રવાપર રોડ, મોરબી-૦૧, મુળ રહે. ચમનપર, તા.જી.મોરબી, દિનેશભાઇ કરશનભાઇ મેરજા ઉ.વ.૬૨, રહે. સુભાષનગર મેઇન રોડ, રવાપર રોડ, મોરબીવાળાને રોકડ રકમ રૂ.૨,૬૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.