મોરબી શહેરમાં જુદી-જુદી જગ્યાએથી ઈંગ્લીશ દારૂની 64 બોટલો સાથે પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી શહેરમાં મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા રેઇડ દરમ્યાન અલગ અલગ જગ્યાએથી ઈંગ્લીશ દારૂની ૬૪ બોટલો સાથે પાંચ ઇસમોને ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીજન પોલીસે પ્રથમ રેઇડ મોરબીના નવા ડેલ રોડ પર કરી હતી જ્યાં આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા (ઉ.વ.૩૩) રહે. મોરબી નવા ડેલા રોડ અશોક પાનની બાજુમાં મોરબીવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૧ કિં રૂ.૮૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબી કન્યા છાત્રાલય રોડ રાધે ક્રિષ્ના સ્કુલ પાસે નાળા પાસે આરોપી નીતીનભાઇ પ્રવણજીભાઈ પાંચોટીયા (ઉ.વ.૩૧) રહે. મોરબી પંચાસર રોડ રાજનગર મારૂતીનગર મુળ રહે. જુના સાદુળકા તા. મોરબી વાળા પાસેથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૪ કિં રૂ.૨૦૮૦ નો મુદ્દામાલ મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સુરેશભાઈ ભુપતભાઇ રાઠોડ રહે. મોરબી વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ત્રીજ રેઇડ મોરબીના પંચાસર ચોકડીથી આગળ રોડ પરથી આરોપી હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૭) રહે. મોરબી -૨ વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી તથા દિનેશભાઇ હરજીવનભાઈ ઝાલરીયા (ઉ.વ.૪૨) રહે. મોરબી મુનનગર ચોક ન્યુ ચંદ્રેશનગર શેરી નં -૨ વાળા પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ. ૨૦૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમસ સુરેશભાઈ ભુપતભાઇ રાઠોડ રહે મોરબી વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
જ્યારે ચોથી રેઇડ દરમ્યાન મોરબી પંચાસર રોડ ભરતપરા આરોપી મુસ્તુફાભાઈ ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકી (ઉ.વ.૨૩) રહે. પંચાસર રોડ ભરતપરા શેરી નં -૧ મોરબી વાળાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૫ કિં રૂ. ૧૨૬૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ સલીમભાઇ હારૂનભાઈ રાઉમા રહે. માધાપર શેરી નં -૧૩ મોરબી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.