મોરબીના ભીમસર વિસ્તારમાં છરી વડે યુવકની નિર્મમ હત્યા, ત્રણ ઈજાગ્રસ્ત
મોરબી: મોરબીના સામાકાંઠે આવેલ ભીમસર વિસ્તારમાં નજીવી વાતે બોલાચાલી થયા બાદ યુવાનની છરીના ઘા મારીને નિર્મમ હત્યા નિપજાવ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે તેમજ આ બનાવમાં અન્ય ત્રણ લોકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળેલ છે. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક પોતાના ફઈબાના ઘરે ભીમસર વિસ્તારમાં ગયો હતો અને ત્યાં તેઓની કૌટુંબીક બહેન પણ સાસરે હોય તેણીના ઘરે ઝઘડો થયો હતો અને ત્યાં મૃતક વચ્ચે સમજાવવા માટે ગયો હતો.ત્યારે ઝઘડો થવાથી તે બનાવમાં સામાપક્ષેથી કરાયેલ છરી વડેના હુમલામાં યુવકનુ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની સામે આવેલ ભીમસર વિસ્તારમાં ઉપરોકત મર્ડરનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા રવિભાઇ જશુભાઈ ઝાલા નામના ૩૨ વર્ષીય યુવની હત્યા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે .જ્યારે આ બનાવની અંદર લલિત કેસાભાઇ ઉર્ફે જેઠાભાઈ વાઘેલા (૪૫), કેશાભાઈ ટપુભાઈ વાઘેલા (ઉંમર ૬૨) અને મંજુબેન કેશાભાઈ વાઘેલા (ઉમર ૬૦) રહે.ત્રણેય ભીમસર વાળાઓને પણ ઇજાઓ થવાથી ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક રવિ ઝાલાના ફઈબા સામાકાંઠે ભીમસર વિસ્તારમાં રહેતા હોય તે ત્યાં ગયો હતો અને તે પરિવારમાં જ મૃતકના ભાઈજીની દીકરી સાસરે હોય ત્યાં ઝઘડો થયો હતો ત્યારે મૃતક રવિ જશુભાઈ ઝાલા ત્યાં સમજાવવા માટે ગયો હતો.તે દરમિયાન ત્યાં થયેલ ઝઘડામાં છરી વડે પડખાના ભાગે કરવામાં આવેલા ઘા પૈકી એક ઘા જીવલેણ સાબિત થયો હતો અને રવિ ઝાલા નામના યુવાનનું મોત નિપજયુ હતુ. આ બનાવના સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આ બનાવ સંદર્ભે ફરિયાદ લેવાની અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.