ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત સિવણ કેન્દ્ર માં બહેનો ને સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત નાની વાવડી રોડ પર આવેલ ભગવતી પાર્ક સોસાયટી માં ચાલતા સિવણ કેન્દ્ર માં જે બહેનોએ કોર્ષ પુરો કર્યો છે તેમને સર્ટીફીકેટ અને ગરીબ તથા ગંગા સ્વરૂપ બહેનો અને દિકરીઓને સિવણ મશીન ફ્રી માં આપવામાં આવ્યા
આ સેવાકીય પ્રવૃત્તિ માં જોડાયેલા દાતા મુખ્ય એવા જયદીપભાઈ વાંસદડીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય અતિથિઓ માં ઈન્ટરનેશનલ લાયન્સ સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા પાસ્ટ ગવર્નર લા ચંદ્રકાન્તભાઈ દફતરી અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ગંગા સ્વરૂપ સહાય સમિતિ ના અધ્યક્ષ દેવકરણ ભાઈ આદ્રોજા બાલુભાઈ કડીવાર અને સેવાભાવી વિનુભાઈ ભટ્ટ તેમજ સીવણ ક્લાસ માં બહેનો ને સતત પ્રેરણા આપતા શારદાબેન અને કાજલબેન આદ્રોજા ની ઉપસ્થિત માં તમામ બહેનો કે જેમણે સિવણ કોર્ષ પુરો કર્યો હોય તેવા તમામ બહેનો ને ઉપસ્થિત તમામ મહાનુભાવો ના હસ્તે સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા અને લાભાર્થી બહેનોને સિવણ મશીન આપવામાં આવ્યા
આ કાર્યક્રમની શરુઆતમાં તમામ મહાનુભાવો ભાઇઓ અને બહેનો નું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું અને સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા એ આ કાર્ય ને બિરદાવી લાયન્સ કલબ તમારી સાથે છે તેવી તેમની ભાવના વ્યક્ત કરી હતી પાસ્ટ ગવર્નર લા ચંદ્રકાન્તભાઈ દફતરી એ પણ વેસ્ટ માંથી બેસ્ટ કરી સાચા અર્થમાં સાર્થક થાય તેવી લાગણી વ્યક્ત કરી અધ્યક્ષ દેવકરણ ભાઈ આદ્રોજા એ પણ બીજા સિવણ કેન્દ્ર ખોલોઅને તેમાંથી રોજગારી મળી રહે તેવું આયોજન કરો આ સિવણ કેન્દ્ર ના સંચાલિકા હેતલબેન ભટ્ટ દ્વારા સિવણને લગતી માહિતી આપી
આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ગંગા સ્વરૂપ સહાય સમિતિ સભ્ય અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા એ કર્યું હતું