ચંદ્રયાન-3 નું મિશન સફળ થતાં માથક પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ અલગ જ અંદાજમાં ISRO ના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. આ માટે માથક પે સેન્ટર શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ISRO ના વૈજ્ઞાનિકોનો આભાર માનતા અને અભિનંદન પાઠવતા પત્રો લખ્યા હતા.
વિદ્યાર્થી દ્વારા વેસ્ટ પૂંઠામાંથી વિક્રમ લેન્ડરનું મોડલ બનાવવામાં આવ્યું હતું અને મિશન ચંદ્રયાન-3 ની સાથે જોડાયેલ વિવિધ ઇવેન્ટોના પોસ્ટરો પણ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકો દ્વારા THANK YOU ISRO અને CONGRATULATION ISRO ના એબીસીડીના અક્ષરો દોરી તેમાં ભારતના રાષ્ટ્રધ્વજના રંગો પુરી એબીસીડીના અક્ષરોની હારમાળા રચી ઈસરોના વૈજ્ઞાનિકો તથા મિશન સાથે જોડાયેલ તમામનો આભાર માનવાની સાથે સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા.
શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
મોરબી તાલુકા વિસ્તારના લાલપર ગામ નજીક નેશનલ હાઇવે રોડ પરથી તથા રહેણાંક મકાનમાં છુપાવેલ પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. ટીમને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, માધાભાઇ કારાભાઇ ટોયેટા રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા CD DELUXE મોટરસાયકલ...