Monday, April 21, 2025

નગરપાલિકાની કામગીરી પર ઉઠતા સવાલ:ભાજપના યુવા અગ્રણીને પણ સ્વખર્ચે રોડ રીપેર કરવો પડ્યો !!!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી :માત્ર દેખાડા કરતી મોરબી નગર પાલિકા નપાણી અને પ્રજા ના મૂળભૂત હક્કો આપવા માં હમેશા વામણી પુરવાર થઇ છે. લોકોના કામો તો દુર હવે ખુદ કાઉન્સિલરોના કામો પણ નથી થઇ રહ્યા અમે કામ કરી રહ્યા છીએ તેવા બણગા ફૂક્તી પાલિકાને શરમ પણ નથી આવતી. હવે ભાજપ ના જ આગેવાને પાલિકા પર ભરોસો રાખવા ને બદલે લોકો ને સાથે રાખી સ્વખર્ચે રોડ રસ્તા રીપેરીંગ કરાવી પાલિકાનું નાક કાપી લીધું છે.

ભૂગર્ભ ગટર ના પાણી ઉભરાવવા,રોડ રસ્તા તૂટેલા હોવાના અને રખડતા ઢોર નો ત્રાસ ની સમસ્યા ઉકેલવા માં નગર પાલિકા ક્યારેય ગંભીર થઇ નથી. માત્ર વિડીયો બનાવી અને મોબાઈલ નંબર આપી અમે કામ કરીશું અને કામ કરી રહ્યા છીએ તેવી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહી છે પરંતુ ભાજપ ની જ નગર પાલિકા નુ ભાજપના જ નેતા નાક કાપી રહ્યા છે. જો સત્તાધારી ભાજપ આગેવાનો ના કામ નાં થતા હોય તો આમ પ્રજા ની સુ હાલત થતી હશે તે સમજવું સામાન્ય છે. બે શરમ અને નફફટ પાલિકા તથા કલેકટર જેવા ઉચ્ચ દરજ્જા ના અધિકારીઓ પણ તમાસો જોઈ રહ્યા છે નક્કર કામગીરી જોવા મળી નથી રહી. તે મોરબી નું દુર્ભાગ્ય છે .

થોડા દિવસો પહેલા તપોવન રેસીડન્સી માં કચરો ઉપાડવાનું બંધ થતા સ્થાનિક કાઉન્સીલરે ત્યાના લોકો ને સાથે રાખી રોડ પર કચરો ફેકી વિરોધ દર્શાવ્યો હતો .ત્યારે પણ પાલિકા ની આંખ ઉઘાડી નહોતી તો ફરી એક અન્ય કિસ્સો સામે આવ્યો છે ,વોર્ડ નો ૧૦ માં રહેતા અને જીલ્લા પંચાયત ના સદસ્ય અજયભાઈ લોરિયા એ પણ પાલિકા પર ભરોસો રાખવા ને બદલે દર્પણ સોસાયટી અને શિવ પાર્ક સોસાયટી ના લોકો ને સાથે રાખી રૂપિયા 1.15 લાખ ના સ્વખર્ચે રોડ રસ્તા રીપેરીંગ ના કામ કરાવ્યા છે. જો ભાજપ ના આગેવાનો અને સુધરાઇ સભ્યો ના કામ નાં થતા હોય તો આમ પ્રજા ની શું હાલત થતી હશે તે સમજવું સહેલું છે.

આવી ઘટનાઓ બનતી હોવા છતા શરમ વગર ની નગર પાલિકા નક્કર કામગીરી નથી કરી રહી અને પોતાની નિર્લજ અને નાં કામ કરવાની નીતિ ને વળગી રહી હોય તેવું લાગી રહ્યું છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર