મોરબીના નાનીવાવડી ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી નાની મવાવડી કબીર આશ્રમ સામે શ્રી રામ સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની મવાવડી કબીર આશ્રમ સામે શ્રી રામ સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો સુરેશભાઇ દામજીભાઇ પડસુંબીયા ઉ.વ.૪૦ રહે.મોરબી નાનીવાવડી શ્રી રામ સોસાયટી, પ્રવીણભાઇ શીવાભાઇ રંગપરીયા ઉ.વ.૫૧ રહે.મોરબી સીલ્વર પાર્ક સોસાયટી નવલખી ફાટક પાસે મોરબી મુળ રહે.રાસંગપર તા.માળીયા(મી), રવીન્દ્રગીરી રમેશગીરી ગૌસ્વામી ઉ.વ.૩૫ રહે. મોરબી નાનીવાવડી મારૂતીનગર સોસાયટી, ઉપેન્દ્રભાઇ જગદીશભાઇ નાગલા ઉ.વ.૩૬ રહે.મોરબી નાનીવાવડી ખોડીયાર સોસાયટી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૨૩૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.