હળવદના મેરૂપર ગામે પથ્થરના ઘા ઝીંકી આધેડની હત્યા નિપજાવનાર ત્રણ શખ્સોની અટકાયત
હળવદ: હળવદ તાલુકાના મેરૂપર ગામે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મેરૂપર ગામે દેવજીભાઈ ચૌહાણ નામના આધેડની ત્રણ શખ્સો પથ્થરના ઘા ઝીંકી આધેડની હત્યા નિપજાવી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને ત્રણે આરોપીઓની અટકાયત કરી હતી.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મેરૂપાર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૦) એ આરોપીઓ ભીખલીયા લગસિંહ કિકરીયા, ચંદુભાઈ જુબટીયા અને છીતુંભાઈ જુબટીયા રહે ત્રણેય હાલ હળવદ મૂળ રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગત તા.૩૦-૦૮-૨૦૨૩ ના રોજ ફરીયાદીનુ મોટર સાયકલ આ કામના આરોપી છીતુભાઇના મોટર સાયકલ સાથે ભટકાઇ ગયેલ હોય જેની નુકશાનીના રૂ.૫૦૦/-ફરીયાદી પાસે માંગેલા જે ફરીયાદીએ નહી આપતા તેનુ મનદુઃખ રાખી ફરીયાદીની ગેરહાજરીમા ફરીયાદીના પત્ની કાન્તાબેન તથા ફરીયાદીના પિતા દેવલાભાઇનાઓ સાથે ત્રણે આરોપી બોલાચાલી ઝગડો કરી છુટા પથ્થરોના ઘા ફરીયાદીના પત્નીને પગના ભાગે ઇજા કરી તેમજ ફરીયાદીના પિતાને શરીરે મોઢા ઉપર તેમજ કપાળના ભાગે અને પીઠના ભાગે છુટા પથ્થરો મારી ગંભીર ઇજાઓ કરી દેવલાભાઈ નુરલાભાઈ ચૌહાણનું મોત નીપજાવ્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર નાનકાભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી ત્રણે આરોપીઓ ભીખલીયા લગસિંહ કિકરીયા, ચંદુભાઈ જુબટીયા અને છીતુંભાઈ જુબટીયા રહે ત્રણેય હાલ હળવદ મૂળ રહે મધ્યપ્રદેશ વાળાને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૨, ૩૩૭,૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
