કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત સંગઠનો આજે બપોર 12 થી સાંજના 4 વાગ્યા સુધી દેશભરમાં રેલ રોકીને પોતાનો વિરોધ નોંધાવવાના છે. જોકે, રેલ રોકો આંદોલન અંગે ખેડૂત સંગઠનો વચ્ચે મતભેદો સામે આવ્યા છે. યુપી ગેટ પર ધરણા પર બેઠેલા ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટીકૈતે કહ્યું છે કે સ્થાનિક સ્તરે રેલ રોકી દેવામાં આવશે, એટલે કે ખેડૂત આંદોલન સ્થળથી ટ્રેન રોકવા નહીં જાય, જ્યારે સત્તમસિંહ પન્નુ કિસાન મઝદુર સંઘર્ષ સમિતિએ જાહેરાત કરી છે કે પંજાબમાં 32 બેચ, 32 સ્થળોએ રેલ રોકશે. ખેડૂતોના આ આહવાનને ધ્યાનમાં રાખીને રેલ્વેએ વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ તૈયાર કરી દીધી છે. દેશવ્યાપી રેલ રોકો આંદોલન દરમિયાન હજારો ખેડુતો રેલ્વે પાટા પર બેઠા જોવા મળી શકે તેવી શક્યતા છે. આ આંદોલનને ધ્યાનમાં રાખીને રેલ્વેએ ઘણી ટ્રેનોને રદ કરી દીધી છે, જ્યારે કેટલીક ટ્રેનના રૂટ બદલ્યા છે. આ સિવાય જીઆરપી અને આરપીએફ સૈનિકોની રજાઓ રદ કરવામાં આવી છે. રેલવેએ RPSFની 20 વધારાની કંપનીઓ તહેનાત કરી છે. તે એવા રાજ્યોમાં તહેનાત રહેશે જ્યાં રેલ આંદોલનની વધુ અસર પડે તેવી સંભાવના છે. જેમાં યુપી, બંગાળ, હરિયાણા અને પંજાબનો સમાવેશ થાય છે. હરિયાણામાં ખેડુતો દ્વારા દેશભરમાં 4 કલાક લાંબી ‘રેલ રોકો’ આદોલનને ધ્યાનમાં રાખીને પલવલ રેલ્વે સ્ટેશન પર પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પંજાબમાં ખેડૂત આંદોલનને કારણે ટ્રેનની અવરજવરને અસર થઈ છે. આ અંગે પશ્ચિમ રેલ્વેએ કેટલીક ટ્રેનો વિશે માહિતી આપી છે અને મુસાફરોને ધ્યાન આપવાનું કહ્યું છે. આ સાથે જ રેલવે વતી જિલ્લાના મોટા અધિકારીઓને પણ ખાસ કાળજી લેવા જણાવ્યું છે.