Friday, November 22, 2024

ડ્રાઇવિંગ લાઇસન્સને લગતા કામો હવે ઘરે બેઠા આધારકાર્ડથી પૂરાં થશે જાણો કઈ રીતે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે દરેક વ્યક્તિ ભારતમાં આધારકાર્ડના મહત્વથી પરિચિત છે, જેનો ઉપયોગ હવે લોકોના દરેક કાર્યમાં વિસ્તૃત રીતે થઈ રહ્યો છે. તાજેતરમાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વાહન માલિકોને સંપર્ક વિનાની સેવાઓ મેળવવામાં અને પરિવહન વિભાગોની ઓફિસમાં જવા માટેની મુશ્કેલીઓ ટાળવા માટે આધારના પુરાવાની જરૂર રહેશે. આ ડ્રાફ્ટમાં આવી અન્ય 16 સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ, લાઇસન્સ મેળવવું, ડીએલને રીન્યુ કરવું, તમારું સરનામું બદલવું, વાહનના કાગળો સ્થાનાંતરિત કરવા અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ આપવું. એટલે કે, આ તમામ કાર્યો માટે આધાર પ્રમાણીકરણ આવશ્યક રહેશે. માર્ગ પરિવહન મંત્રાલયના એક ડ્રાફ્ટના હુકમ મુજબ, જે લોકો પોર્ટલ દ્વારા સંપર્ક વિનાની સેવાઓ મેળવવા માટે તૈયાર છે તેઓને આધાર પ્રમાણીકરણ કરવું પડશે. જો કે આધારની નકલ કોઈ પણ વ્યક્તિને આપવામાં આવતી નથી. આ નિયમની મદદથી, ઘર બેઠાં જ આધાર પ્રમાણીકરણ કરી શકાય છે. આનાથી સરકારને એક કરતા વધુ ડ્રાઇવિંગ લાઇસન્સ અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવે છે તે દૂર કરવામાં મદદ મળશે. એટલું જ નહીં, સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવાની પણ યોજના બનાવી રહી છે.આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં સરકાર દ્વારા માન્ય કાર ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રોની સૂચિ બહાર પાડવાની સંભાવના છે. આવા તાલીમ કેન્દ્રોમાં પ્રવેશ મેળવનારાઓ તરત જ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પાત્ર બનશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર