Sunday, April 20, 2025

ટંકારા: 10 ટકા વ્યાજની પઠાણી ઉઘરાણીથી કંટાળી મહિલાએ ગટગટાવ્યું ફિનાઈલ, વ્યાજખોરો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે બે વ્યાજખોરો યુવકના ઘરે જઈ પઠાણી ઉઘરાણી કરી યુવકને જાતી પ્રત્યે અપમાનીત કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવકની પત્નીને લાગી આવતે યુવકની પત્નીએ ફિનાઈલ પી લીધું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ આરોપી બંને વ્યાજખોરો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામે રહેતા ઉષાબેન દિલીપભાઈ જાદવ ઉ.વ.૩૫ વાળાએ આરોપી ઘનશ્યામસિંહ વિજુભા જાડેજા તથા દિલીપભાઈ ઉર્ફે ભયલુભાઈ જાડેજા રહે. બંને સજનપર ગામ તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીના પતિ દિલીપભાઇએ આરોપી ઘનશ્યામસિંહ પાસેથી રૂપીયા ૨,૦૦,૦૦૦/- તથા આરોપી દિલીપભાઈ પાસેથી રૂપીયા ૪૦,૦૦૦/- ૧૦% ના વ્યાજ લેખે લીધેલ હોય જે રૂપીયાની ઉધરાણી બાબતે બંને આરોપીઓ ગત તા.૨૭-૦૬-૨૦૨૩ ના રોજ સવારના આશરે નવક વાગ્યાના અરસામાં ફરીયાદીના ઘર પાસે જઈ ફરીયાદી અનુસુચીત જાતીના હોવાનુ જાણાતા હોવા છતા તેમને ગાળો આપી રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીના પતિ દિલીપભાઇને મારી નાખવાની ધમકી આપતા ફરીયાદીને લાગી આવતા ફરીયાદીએ પોતાની જાતે પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલા ઉષાબેને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૪,૫૦૬(૨)૧૧૪ તથા ગુજરાત નાણા ધિરધાર કરનાર બાબત અધિનિયમ ૨૦૧૧ ની કલમ -૫,૩૩(૩),૪૦,૪૨ તથા એટ્રોસીટી એકટ કલમ-૩ (૧)(આર)(એસ),૩(૨)(પ-એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર