મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીમાં પરણીતાને દિકરીનો જન્મ થતા સાસરીયા પક્ષ દ્વારા મેણાટોણા મારી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ રાઘવ સોસાયટીમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં બ્લોક નં-૬૦૨મા રહેતા દીશાબેન મેહુલભાઈ ભોજાણી ઉ.વ.૩૨ વાળાએ આરોપી મેહુલભાઇ લક્ષ્મણભાઇ ભોજાણી (પતિ), લક્ષ્મણભાઇ બેચરભાઇ ભોજાણી (સસરા), દયાબેન લક્ષ્મણભાઇ ભોજાણી (સાસુ) રહે. ત્રણે હાલે મોરબી લોટસ ૧૫૮ ક્રીષ્ના સ્કુલ સામે બ્લોક નંબર-૭૦૧ (એ-૭ રવાપર ઘુનડા રોડ ) મોરબી તથા મુળ રહે-રામપર તા-પડધરી જી-રાજકોટ તથા સ્મીતાબેન અલ્પેશભાઇ કાનાણી (નણંદ) રહે-આઇનોકસ સીનેમા સામે ભરૂચ તથા રૂપલબેન અશોકભાઇ ભોરણીયા (નણંદ) રહે ઇન્દીરા સર્કલ પાસે રાજકોટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩- ૦૨-૨૦૧૩ થી ૧૦-૦૧-૨૦૨૨ દરમ્યાન કોઈપણ વખતે ફરીયાદીને અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી મારકુટ કરતા હોય ફરીયાદીને દીકરીનો જન્મ થતા દીકરીનો જન્મ કેમ થયેલ તે બાબતે મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી ફરીયાદીના પતિને પાંચેય જણા ખોટી ચડામણી કરતા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક),૩૨૩,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
