મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક દેવકરણભાઈ સુરાણી
મોરબી:છેલ્લા થોડા દિવસોથી શિક્ષણ અને શિક્ષકની ખામી ખૂબીઓ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે,ઘણા લોકો શિક્ષકની નૈતિકતા, નિષ્ઠા અને નિયમિતતા વિશે આંગળી ઉઠાવતા હોય છે.ત્યારે મોરબીના દેવકરણભાઈ સુરાણી નામના નિવૃત શિક્ષકને વંદન કરવાનું મન થાય એવું કાર્ય કરી રહ્યા છે,અને શિક્ષક કભી સાધારણ નહિ હોતાની ઉક્તિને સાર્થક કરી રહ્યા છે.
વાત જાણે એમ છે કે મોરબીમાં શનાળા રોડ પર આવેલ પી.જી.ક્લોક સોસાયટીની પાછળ આંબાવાડી પ્રાથમિક શાળા આવેલી છે,આ શાળામાં હાલ 237 વિદ્યાર્થીઓ છે અને માત્ર ત્રણ શિક્ષકો જ કામ કરે છે.જેના કારણે બાળકો શિક્ષક અને શિક્ષણથી વંચિત રહી જતા હતા,આ બાબત નિવૃત શિક્ષક દેવકરણભાઈ સુરાણીના ધ્યાન પર આવી અને તેઓ છેલ્લા દશેક મહિનાથી આ શાળામાં દરરોજ નિયમિત આવીને વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવે છે.નવાઈ અને ગૌરવની વાત તો એ છે કે તેઓ પોતાના ફરજ કાળમાં ક્યારેય આ શાળામાં ફરજ બજાવી નથી એમને પોતાની મોટા ભાગની ફરજ શકત શનાળા બજાવી અને છેલ્લે હરિપર ગામે નિવૃત્ત થયા આંબાવાડી શાળા સાથે એમને ફરજનો કોઈ નાતો ન હોવા છતાં શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓના બગડતા શિક્ષણથી એમને દુઃખ થયું અને છેલ્લા પાંચ વર્ષથી નિવૃત થયા હોવા છતાં નિવૃત્તિ બાદ પણ ચોક પકડીને પ્રવૃતિશીલ બન્યા
દેવકરણભાઈ સુરાણી સાથે જેમને વર્ષો સુધી કામ કર્યું છે એવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ નિવૃત શિક્ષકની રૂબરૂ મુલાકાત લઈ એમના વર્ગકાર્યને નિહાળ્યું અને એમની અનન્ય સેવાને બિરદાવતા જણાવ્યું કે વંદન ગુરુજી