મોરબીમાં યુવકે ભાગીને લગ્ન કરતાં ત્રણ શખ્સોનો માતા-પુત્રી પર હુમલો
મોરબી: મોરબીમાં દિકરા દિકરીની સામ સામે સગાઈ કરવામાં આવી હતી જે કોઈ કારણોસર તુટી જતા એક યુવક અને યુવતીએ ભાગીને લગ્ન કરી લેતા બાબલ થય હતી જેમાં યુવકના માતા અને બહેનને ત્રણ શખ્સોએ ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી મનસર કારખાના સામે રહેતા દેવીબેન ગાંડુભાઈ રાઠોડ (ઉ.વ.૪૫) એ આરોપી શૈલેષભાઇ રબારી, સુનીલભાઈ પ્રવિણભાઈ કરોતરા, વિશાલભાઈ ઉપેનભાઈ રબારી રહે બાધા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૦૬-૨૦૨૩ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરા દર્શન તથા દિકરી બંશીની સગાઇ રવાપર ગામે રહેતા પ્રવિણભાઇ કરશનભાઇ કરોતરાના દિકરા સુનીલ તથા દિકરી દિવ્યા સાથે સામ-સામે થયેલ હોય જે બંનેની સગાઇ તુટી જતા ફરીયાદીના દિકરા દર્શનએ દિવ્યા સાથે ભાગીને લગ્ન કરતા જેનો ખાર રાખી આરોપીઓ ફરીયાદી તથા સાહેદ બંશી બંનેને ઢીકા પાટુનો માર મારી તથા ધકો મારી ફરીયાદીને નીચે પછાડી દેતા ગાલ પાસે તથા માથા તથા જમણા હાથ ઉપર ઇજા પહોંચાડી તેમજ ભુંડા બોલી ગાળો આપી આરોપી શૈલેષભાઇ રબારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર દેવીબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.