મોરબીના રાજપર ગામે ખરાબાની ક્રિકેટ ગ્રાઉન્ડની જગ્યા ખેડવા બાબતે કલેકટરને રજૂઆત
મોરબી: મોરબીના રાજપર ગામે ખરાબામાની ક્રિકેટ ગ્રાઉન્ડની જગ્યા આવેલ છે જે જગ્યા હાલ અસામાજિક તત્વો દ્વારા ખેડાણ કરેલ છે જેથી ગ્રામજનો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરી અસામાજિક તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનો એ માંગ કરી છે અને યોગ્ય પગલાં નહી લેવામાં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
મોરબીના રાજપર ગામે રાજપર ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા કલેકટરને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે રાજપર ગામે હાલ નવા ગામતળની બાજુમાં ક્રિકેટ ગ્રાઉન્ડની જગ્યા આવેલ છે. જે જગ્યા પર હાલ ૨૦ વર્ષથી ગ્રાઉન્ડ આવેલ છે.જે જગ્યા પર હાલ અસામાજિક તત્વો દ્વારા આ જમીનમાં ખેડાણ કરેલ છે જેથી ગ્રામજનો દ્વારા આ બાબતનો ઉગ્ર વિરોધ કર્યો છે. જેથી આવા અસામાજિક તત્વો ઉપર કાયદેસરની પગલા લેવા ગ્રામજનોએ માંગ કરી છે જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ગ્રામજનો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.