મોરબીમાં કારખાનાના માલિકની દાદાગીરી; મજુરીનો પગાર માગતા આધેડને માર માર્યો
મોરબી: મોરબીના અમરેલી રોડ પર આવેલ સૌરાષ્ટ્ર નળીયાના કારખાનામાંની ઓરડીમાં રહી મજુરી કારખાનામાં જ મજુરી કામ હોય કારખાનામાં બે મહિનાથી મંદી હોય જે પગાર માગતા આધેડને કારખાનાના માલિકે ગાળો આપી મુંઢમાર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારાવી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર આધેડે આરોપી કારખાનાના માલિક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા અમરેલી રોડ સૌરાષ્ટ્ર નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા જેસીંગભાઈ ખીમાભાઇ મકવાણા ઉ.વ.૫૩ વાળાએ આરોપી શામજીભાઈ ખોડાભાઇ પટેલ ( સૌરાષ્ટ્ર નળીયાના કારખાનાના માલિક) રહે. લીલાપર ગામ. તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૬-૨૦૨૩ ના રોજ ફરીયાદી આરોપીના કારખાનામાની ઓરડીમા રહી આરોપીના કારખાનામા જ મજુરી કામ કરતા હોય કારખાનામા બે મહીનાથી મંદી હોવાના કારણે પગાર થય શકેલ ન હોય જે પગાર ફરીયાદીએ માંગતા આરોપીએ ગાળો બોલી મંદી ચાલે છે જેથી પગાર કરી શકેલ નથી ઉતાવળ હોય તો કામ છોડી કારખાનાની ઓરડી ખાલી કરી બીજે કામે જતા રહેવાનુ કહી હાથથી મુંઢ માર મારી ડાબા હાથની આંગળીઓ પકડી મરડી જ્ઞાતી પ્રત્યે હળધુત કરી અપમાનીત કરી જાનથી મરાવી નાખીશ તેમ ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જેસીંગભાઈએ આરોપી કારખાના માલિક શામજીભાઈ પટેલ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩, ૫૦૪,૫૦૬(૨), એટ્રોસીટી એકટ કલમ-૩ (૧)(R)(s),3(૨)૫A) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.