કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ( CPCB ) એ સરકારી સંસ્થાને પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને સંગ્રહની જાણ ન કરવા બદલ કોક, પેપ્સીકો અને બિસ્લેરી પર ભારે દંડ ફટકાર્યો છે. આ કંપનીઓને લગભગ 72 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. સીપીસીબીએ બિસ્લેરી પર 10.75 કરોડ, પેપ્સીકો ભારત પર રૂ.8.7 કરોડ અને કોકાકોલા બેવરેજેસ પર 50.66 કરોડનો દંડ ફટકાર્યો છે. બાબા રામદેવની પતંજલિ પર એક કરોડનો દંડ. કોક, પેપ્સીકો અને બિસ્લેરી ઉપરાંત બાબા રામદેવની કંપની પતંજલિને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. પતંજલિ પર 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી અન્ય કંપની પર 85.9 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.