9 ફેબ્રુઆરીએ રાજ કપૂરના નાના પુત્ર રાજીવ કપૂરનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. મંગળવારે સાંજે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોટા ભાઈ રણધીર કપૂરે નાના ભાઈને અંતિમ સંસ્કાર કર્યા. 58 વર્ષની ઉંમરે રાજીવના મોતથી કપૂર પરિવારમાં દુઃખના વાદળો છવાયા હતા. બોલિવૂડની અનેક હસ્તીઓ પણ તેની વ્યથા વ્યક્ત કરવા માટે ચેમ્બુર સ્થિત રાજીવના નિવાસસ્થાને પહોંચી હતી. હવે નવી માહિતી બહાર આવી છે કે રાજીવ કપૂરનું ચોથું નહિ યોજાય. ભાભી નીતુ સિંહે આ માહિતી ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી છે. તેણે એક પોસ્ટ શેર કરી, જેમાં તેનું કારણ બહાર આવ્યું છે. તેમણે લખ્યું – હાલના કોરોના રોગચાળાને કારણે સુરક્ષાના કારણોને લીધે, સ્વર્ગસ્થ શ્રી રાજીવ કપૂરનું ચોથું નહિ યોજાય. સાથે જ લખ્યું હતું કે તેના આત્માને શાંતિ મળે. આખું રાજ કપૂર પરિવાર આ દુ: ખમાં સાથે છે. કપૂર પરિવાર માટે છેલ્લા કેટલાક વર્ષો મુશ્કેલ રહયા હતા. રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 2018 માં અવસાન થયું હતું. 2020 માં પરિવારને ડબલ ફટકો પડ્યો. જાન્યુઆરીમાં રાજ કપૂરની મોટી પુત્રી રીતુ નંદાએ દુનિયા છોડી દીધી હતી. ત્યારબાદ એપ્રિલમાં રિશી કપૂરનું અવસાન થયું. એક વર્ષ પણ પસાર થયો નહીં કે રાજીવ કપૂરનું નિધન થયું. રણધીર કપૂર હવે કપૂર પરિવારમાં સૌથી મોટા સભ્ય રહયા છે. રાજીવના અંતિમ સંસ્કાર દરમિયાન રણધીર કપૂર ખુબ જ ઈમોશનલ દેખાયા હતા. રાજીવ કપૂરના અવસાન પછી બોલિવૂડના ઘણા લોકોએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તે જ સમયે, તેના અંતિમ વિદાય દરમિયાન પરિવારના તમામ સભ્યો સાથે રહ્યા હતા. ગર્ભાવસ્થા હોવા છતાં કરીના કપૂર ખાન તેના કાકાની છેલ્લી મુલાકાત પર પહોંચી હતી.