વાવાઝોડાના કારણે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં તા.14 અને 15 રજા જાહેર કરાઈ
મોરબી: મોરબી જીલ્લા પર હાલ વાવાઝોડાનો ખતરોં મંડળાય રહ્યો છે તેના કારણે તેજ પવન ફૂંકાય રહ્યો છે ત્યારે સ્કૂલોમાં ભણતા બાળકોને વાવઝોડામાં કોઈ અસર ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક નિર્ણય લઈને મોરબી જિલ્લાની તમામ શાળાઓ તા.14 અને તા.15ના રોજ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે.
મોરબી જિલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપાએ જણાવ્યું હતું કે, બીપોરજોયનો ખતરો વધી રહ્યો છે. આ વાવઝોડાને પગલે તેજ પવન ફૂંકાય રહ્યો છે. તેથી સ્કૂલોમાં ભણતા નાના બાળકોને કોઈ ગંભીર અસર ન થાય તેની તકેદારીના ભાગરૂપે બે દિવસ સુધી મોરબી જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં મોરબી જિલ્લાની તમામ શાળાઓ તા.14 અને તા.15ના રોજ બંધ રહેશે તેની શાળા સંચાલકો અને વાલીઓએ નોંધ લેવા જણાવ્યું છે.