મોરબીના જેપુર ગામે ફાટક ક્રોસ કરતા માલગાડીએ હડફેટે લેતા મહિલાનુ મોત
મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામના બસ સ્ટેન્ડ સામે આવેલ ફાટક પાસે ફાટક ક્રોસ કરતા માલગાડીએ હડફેટે લેતા મહિલાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રમીલાબેન નાનુભાઇ પગી ઉવ.૩૨ રહે. હાલ કાવઠિયા સેરા જેપુર ગામ તા.જી. મોરબી મુળ રહે. ડુંગરપુર તા.છિકલી જી.પુનાવાડા રાજસ્થાન વાળા ગત તા.૧૦/૦૬/ ૨૦૨૩ સાંજના સાડા છ વાગ્યાની આસપાસ જેપુર ગામની સીમમા જેપુર ગામના બસ સ્ટેંડ સામે આવેલ ફાટક નં- ૪૫ પાસે ફાટક ક્રોસ કરતા નવલખી તરફથી આવતી માલગાડીની હડફેટે આવી જતા માથાના તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા રમીલાબેનનુ મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.