માળીયાના નવા રેલ્વે સ્ટેશન રોડ પર કારમાંથી બીયર ટીનના જથ્થા સાથે મહિલા ઝડપાઈ
માળીયા (મી): માળીયાના નવા રેલ્વે સ્ટેશન રોડ પર કારમાંથી બીયર ટીનના જથ્થા સાથે એક મહિલાને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) ના નવા રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા હસીનાબેન હનીફભાઇ મોવરે પોતાના કબ્જા ભોગવટા વાળા ટોયટા કંપનીની કેમરી રજીસ્ટર નંબર-એમ.એચ.-૦૬-જે-૮૯૦૩ જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦ વાળીમા ગેરકાયદેસર રીતે રાખેલ બીયર ટીન નંગ -૪ કિં રૂ.૪૦૦ મળી કુલ કિં રૂ.૧,૦૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી હસીનાબેનને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.