ટંકારાના સંધીવાસ નજીક કારમાંથી ઇંગ્લીશ દારૂની 113 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
ટંકારા: ટંકારાના સંધીવાસ નજીક પટ્ટમાં ફોર્ડ ફીગો કારમાં સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૧૩ કિ.રૂ .કિ.રૂ.૪૨,૩૭૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૯૨,૩૭૫/- ના મુદામાલ સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ કાર્યરત હોય તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે ટંકારાના સંધીવાસ જુમા મસ્જીદની સામે પટ્ટમાં પડેલ બાતમી વાળી બંધ હાલતની સિલ્વર કલરની ફોર્ડ ફીગો કાર નં.GJ-03-FD-2644 માંથી ગેરકાયદેસર રીતે પરપ્રાંત માંથી મંગાવેલ ભારતિય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૧૩ કિ.રૂ.૪૨,૩૭૫/-તથા બંધ હાલતની ફોર્ડ ફીગો કાર નં.GJ-03-FD-2644 કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૯૨,૩૭૫/- નો મુદામાલ સાથે આરોપી મુસ્તાકભાઇ હાસમભાઇ સોહરવદી ઉ.વ. ૩૭ રહે. ટંકારા સંધીવાસ જુમા મસ્જીદની બાજુમાં તા.ટંકારા વાળાને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે જ્યારે તપાસ દરમ્યાન અન્ય એક શખ્સ માલ મોકલનાર ઇમરાન ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ મુસ્લીમ રહે. ચંદ્રપુર તા. વાંકાનેરવાળનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી તેમજ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.