બિપરજોય વાવાજોડા અનુસાંધાને હળવદ પ્રાંતએ સરપંચઓ, સોલ્ટ એકમોના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજી
મોરબી: સંભવિત બિપરજોય વાવાજોડા અનુસાંધાને હળવદ-માળિયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ આસપાસ ગામના સરપંચઓ,સોલ્ટ એકમોના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે માળિયા ખાતે બેઠક યોજી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીએ તમામને જરૂરી સૂચનો કર્યા હતા. વાવાઝોડા સંદર્ભેરાખવાની થતી સાવચેતી અંગે ગ્રામજનોને સાવધ અને જાગૃત કરવા સરપંચઓને જણાવ્યું હતું. સોલ્ટ એકમના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓને પણ વાવાઝોડાને પગલે યોગ્ય પગલાં લેવા તથા લોકોની સુરક્ષા અને સલામતી માટે વ્યવસ્થાઓમાં યોગ્ય સહકાર આપવા જણાવ્યું હતું.