મોરબીમાં વાહન (મોપેડ) ચોરતી ગેંગનાં સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી ક્રાઇમ બ્રાંચ
મોરબી: વાહન (મોપેડ) ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોર ઇસમોની ટોળકી વિરૂધ્ધ ગેંગકેસ”નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી મોરબી લોકલ કાઇમ બ્રાંચે હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ દ્વારા મોરબી જીલ્લામાં ચોરીઓને અંજામ આપનાર ઇસમો વિરુધ્ધ જરૂરી વર્ક આઉટ કરી, ચોરીઓને અંજામ આપનાર ઇસમોની ગુનાહીત ભુમિકા ઇ-ગુજકોપ ના ડેટામાં સર્ચ કરવામાં આવેલ, જેમાં રીઢા વાહન ચોરીના ટોળકીના સાગરીતો અગાઉ મોરબી સિટી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતેથી મોપેડ મોટર સાયકલોની ચોરીમાં સંડોવાયેલ હોવાનું જણાયેલ હતું.
જે અન્વયે વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ ઇસમોની ગુનાહિત ભૂમિકા ઇ-ગુજકોપ ડેટા સર્ચ કરી, આરોપીઓ તમામ સાગરીતોએ એકબીજા સાથે મળી પ્રિ- પ્લાનીંગ કરી પોતાના આર્થિક ફાયદા માટે બનાવ સ્થળોની રેકી કરી અલગ અલગ તારીખ, સમયે તમામ સાથે રહી વાહન (મોપેડ) ચોરીઓના ગુના આચરતા હોય જે ચોર ટોળકીના આરોપીઓના ગુનાહીત ઇતિહાસ મેળવી આ ચોર ટોળકીના સભ્યોની ગુનાહીત પ્રવૃતિ ઉપર નિયંત્રણમાં લાવવા માટે ગેંગના સભ્યો (1) બલુભાઇ દેવજીભાઇ વારૈયા, રહે. ભાવનગરરોડ, દુધસાગરરોડ, દુધની ડેરીની પાછળ, મફતીયાપરા, રાજકોટ, (2) ડાયાભાઇ અમરશીભાઇ વડેચા, રહે. આદીપુર, અંજારરોડ, કેનાલની બાજુમાં, શનિદેવ ભરડીયા સામે, ઝુપડપટ્ટીમાં તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ (3) દેવજીભાઇ રમેશભાઇ, રહે. આદીપુર, ગોંડલ સોસાયટીની બાજુમાં, ભકિતનગર, મહેંદી ફળીયા, તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ મુળ રહે. તારાનગરથી ત્રણ કિ.મી. દુર રણમાં પારેકડી માતાના મઢ પાસે તા. સમી જિ. પાટણ અને (4) રમેશભાઇ ચતુરભાઇ પટણી, રહે. લીલાશાકુટીયાની પાછળ, ઇસ્કોન મંદિર પાસે, આદિપુર જિ. ગાંધીધામ (પૂર્વ કચ્છ) વાળા વિરુધ્ધ એલ.સી.બી. મોરબી દ્વારા ગેંગકેસ “ મોરબી સિટી એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.