મન હોય તો માળવે જવાય: ટંકારાની લખધીરગઢ શાળામાં માત્ર બહેનો જ હોવા છતાં જ્ઞાનસેતુ પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ
ટંકારા તાલુકાની લખધીરગઢ પ્રાથમિક શાળાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એકવાર ડંકો વાગ્યો. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023 ના મેરીટ લિસ્ટમાં ભોજાણી ઋચા પંકજભાઈ સમગ્ર તાલુકામાં દ્વિતીય નંબર અને કાસુન્દ્રા પ્રણય ગીરધરભાઈ સમગ્ર તાલુકામાં તૃતીય નંબર મેળવેલ છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ 2023 ના મેરીટ લિસ્ટમાં લખધીરગઢ પ્રાથમિક શાળાના અન્ય 7 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયેલ છે. જેમાં અનુક્રમે પનારા રાધે, પનારા જેનીલ, ચૌધરી રુદ્ર, ભાગિયા માન, કકાસણિયા નવ્યા, પરમાર અવિનાશ, પરમાર પિનલનો સમાવેશ થાય છે. આ સૌ તેજસ્વી તારલાઓને લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવામાં આવી હતી આ પરીક્ષામાં લખધીરગઢ પ્રાથમિક શાળાના ધોરણ પાંચમાંના 9 નવ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતો દેખાવ કરી સમગ્ર ગુજરાતમાં ટંકારાનું ગૌરવ વધારેલ છે,