હળવદના ગ્રામ્ય પંથકમાં ૧૨ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો
હળવદના ગ્રામ્ય પંથકમાં સીમમાં રહેતા શ્રમિક પરિવારની ૧૨ વર્ષની સગીર દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં ભોગ બનનાર ૧૨ વર્ષની દીકરી અને તેનો ૯ વર્ષનો ભાઈ ઘરે હતા અને માતાપિતા બહાર ગયા હોય ત્યારે આરોપી રત્ના ભીમા ભરવાડ નામનો ઇસમ આવી ચડ્યો હતો અને ૧૨ વર્ષની સગીરાને એકલતાનો લાભ લઇ છેડતી કરી હતી તેમજ બળજબરીપૂર્વક ઓરડીમાં લઇ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચરી નાસી ગયો હતો જે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર બાળકીએ માતાપિતાને હકીકત જણાવતા પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
પોક્સો અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જે આરોપી રત્ના ભીમા ભરવાડ ફરાર હોય જે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે