Saturday, January 18, 2025

ટંકારાની લજાઈ ચોકડી પર બોલાવી યુવકને ત્રણ શખ્સોએ મારમાર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પર બોલાવી યુવકને ત્રણ શખ્સોએ લાકડાના ધોકકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપી ત્રણે શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ બંગાવડી ગામના રહેવાસી અને હાલ ટંકારા તાલુકા પંચાયત સામે રહેતા જીતેન્દ્રભાઈ કરશનભાઇ પડાયા (ઉ.વ.૩૫) એ આરોપી કૌશીકભાઈ રમણીકભાઇ જયસ્વાલ, વિશાલભાઈ જયસ્વાલ તથા દીવ્યરાજસિંહ ઝાલા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૬-૨૦૨૩ ના રોજ સાંજના આઠ સાડા આઠ વાગ્યાના અરસામાં ફરીયાદીને આરોપી કૌશીકભાઈએ ફરીયાદીને બાંધકામના રૂપીયા આરોપી વિશાલભાઈ પાસેથી લેવાના હોય જે બાબતે લજાઇ ચોકડી પર બોલાવી આરોપી કૌશીકભાઈનાએ માથાના ભાગે લાકડાના ધોકકા વડે એક ધા મારી તથા આરોપી વિશાલભાઈનાએ ડાબા પગના સાથળના ભાગે ધોકકાનો એક ધા મારી તથા આરોપી દિવ્યરાજસિંહનાએ ડાબા હાથમા ધોકકાનો એક ધા મારી મુંઢ ઇજા કરી તથા આરોપી વિશાલભાઈએ ફરીયાદીને ગાળો આપી જાતીપ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જીતેન્દ્રભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ- ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨)૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ- ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર