મોરબીમાં મારકુટ બાબતે પતીએ પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીના શનાળા સકત માતાજીના મંદિર પાસે વણકર વાસમાં પતીને પત્નીએ લોખંડની લોઢી વડે મારમારી ગાળો આપી અંગુઠામાં બટકું ભરી ઈજા કરી હોવાની ભોગ બનનાર પતીએ આરોપી પત્ની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા સકત માતાજીના મંદિર પાસે વણકર વાસમાં રહેતા નારણભાઈ રામજીભાઇ સોલંકી (ઉ.વ.૩૩) એ આરોપી તેમની જ પત્ની સીતાબેન નારણભાઈ સોલંકી (ઉ.વ.૩૩) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૯-૨૦૨૩ ના રોજ સવારના છએક વાગ્યાના અરસામાં આરોપણ બાઈએ તેના હાથમાં રહેલ લોખંડની રોટલી બનાવવાની લોઢી વતી એક ઘા મારા માથામાં જમણી સાઈડે મારતા ઈજા કરી મને ગાળો ભુંડા બોલી તથા જમણા હાથના અંગુઠામાં બટકુ ભરી ઈજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર નારણભાઈએ આરોપી સીતાબેન વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી મહિલા વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.