Friday, January 17, 2025

સંભવિત biparjoy વાવાઝોડા સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી ખાતે તા.૦૮-૦૬-૨૦૨૩ ના રોજ ચોમાસુ-૨૦૨૩ તથા સંભવિત ” Biparjoy ” વાવાઝોડાની પૂર્વતૈયારીના આયોજન અંગેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંભવિત પરીસ્થિતીને ધ્યાનમાં લઈને ચોક્કસ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં વરસાદ માપક યંત્રને વાવાઝોડુ કે અતિભારે વરસાદના લીધે નુકશાન ન થાય અને ચાલુ વરસાદે યંત્ર કાર્યરત રહે તે બાબતે તેને યોગ્ય સ્થાને રાખી ચાલુ હાલતમાં રહે તે બાબતની મામલતદારએ સમયસર ખાત્રી કરવા સુચના આપી હતી. 

તાલુકા કક્ષાનો કંટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ રાખવા તથા સંભવિત વાવાઝોડા અન્વયે સરકારમાંથી કે ન્યુઝ ચેનલમાંથી આવતા સમાચારોને ધ્યાને લઈ કંટ્રોલરૂમ ખાતે કોઈ મેસેજ આવે તો ફરજ પરના કર્મચારીએ જિલ્લા કંટ્રોલરૂમ ખાતે તેમજ મામલતદારને ટેલીફોનિકથી જાણ કરવા સૂચના આપવા મામલતદારને તથા તાલુકા વિકાસ અધિકારીના પ્રતિનિધિને લાયઝન અધિકારીએ જણાવ્યું હતું.

માહિતી આપવાના થતા પત્રકો જેવા કે અ,બ,ક,ડ ના પત્રકો સમય મર્યાદામાં જિલ્લા કન્ટ્રોલ રૂમ, મોરબી ખાતે સમયસર મોકલવામાં આવે તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું. વરસાદના આંકડા દર બે ક્લાકે જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનીકથી જણાવવા સૂચના આપવામાં આવી હતી. સબંધિત વિભાગના કર્મચારીનો સંભવિત વાવાઝોડા દરમ્યાન પૂર્વ મંજુરી વગર કોડ ક્વાર્ટર ન છોડવા સંબંધિત વિભાગના અધિરીઓને સૂચના આપવામાં આવી હતી.

સંભવિત ” Biparjoy ” વાવાઝોડા અન્વયે દરીયાકાંઠા વિસ્તારોની ફીશરીઝ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સબંધિત તલાટીએ સંયુક્તમાં મુલાકાત લઈ જરૂર જણાયે લોકોને આશ્રય સ્થાને સ્થળાંતર કરવા માટે સુચના આપવામાં આવી હતી. સંભવિત વાવાઝોડા અન્વયે લોકોને સ્થળાંતર કરવાના થાય તો આશ્રય સ્થાને પીવાના પાણીની તથા ફૂડ પેકેટની વ્યવસ્થા થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું તથા અગરીયાઓને પરત લાવવાના થાય તો અગાઉથી જાણ કરવા અગરીયા હીત રક્ષકમંચના પ્રમુખને મામલતદારના પરામર્શમાં રહી કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.

અતિભારે વરસાદથી નદીના નિચાણ વાળા વિસ્તારોના ગામોના તલાટી-કમ-મંત્રીઓને સરપંચના પરામર્શમાં રહી પાણી ભરાતા ગામોમાં પૂર્વ તૈયારી કરી અને પુરની પરિસ્થિતી સર્જાય તે પહેલા જાણ કરી ઉચાણ વાળા સલામત વિસ્તારમાં સ્થળાંતર કરાવા તૈયારી રાખવા તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારને સૂચના આપવામાં આવી હતી. તાલુકામાં આવેલ જર્જરીત મકાનોને તલાટી-કમ-મંત્રીઓ દ્વારા નોટીશ ઈસ્યુ કરાવી તાત્કાલીક ધોરણે તેવા મકાનો દુર કરવા સુચના આપવામાં આવી હતી.

વરસાદના કારણે પાણીજન્ય રોગો ન ફેલાય તે બાબતે ક્લોરીનની ગોળીઓ ઘરે ઘરે જઈને પાણીના ટાંકામાં નાખવા તેમજ ગામે ગામ મુખ્ય પાણી સંગ્રાહલયમાં સફાઈની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદથી સ્થળાંતર કરેલા લોકોનું સમયસર હેલ્થ ચેકઅપ કરવા તાલુકા આરોગ્ય અધિકારીને સુચના આપવામાં આવી હતી.

જર્જરીત હાલતમાં તાલુકામાં આવેલ પુલો, રસ્તાઓ અને સરકારી ભવનોનું તાત્કાલીક ધોરણે સમારકામ કરાવવા ભારે વરસાદના કારણે અનિચ્છિનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા માર્ગ અને મકાન વિભાગ, પંચાયત તથા માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટને જાણ કરવા મામલતદારને જણાવામાં આવ્યું. વરસાદનું પાણી જે સ્થળોએ ભરાઈ રહે તેવા સ્થળોની ઓળખ કરી વરસાદી પાણીનો તુરંત નિકાલ કરવા સબંધિત વિભાગને જણાવવામાં આવ્યું.

અતિભારે વરસાદ વાવાઝોડાથી નુકશાન પામતા વૃક્ષો રસ્તા ઉપર તથા વોકળામાં પડી જવાથી રસ્તાઓ તથા વોકળાના પાણીનો પ્રવાહ બંધ ન રહે તે માટે તાત્કાલીક ધોરણે ફોરેસ્ટ વિભાગના પરામર્શમાં રહી અવરોધો દુર કરવા સૂચના આપવામાં આવી. શેલ્ટર હોમની ચાવીઓ ગામમાં જ રહે તેની કાળજી રાખવા તાલુકા વિકાસ અધિકારીને સુચના આપવામાં આવી.

કોઈપણ સંભવિત કુદરતી આફતને પહોંચી વળવા પુરતો પુરવઠાનો સ્ટોક અને પેટ્રોલ પંપોને ૧૦% રીઝર્વ જથ્થો રાખવા મામલતદાર સંબંધિતોને જાણ કરવા સુચના આપવામાં આવી.

કુદરતી આફતોને પહોંચી વળવા સ્થાનિક એન.જી.ઓ.ને પરામર્શમાં રાખી ભૌગોલીક પરિસ્થિતી અને સામાજીક માળખુ જાણી બચાવ કામગીરી કરી શકાય તે માટે સુચના આપવામાં આવી.

આ બેઠકમાં માળીયા(મી) મામલતદાર બી. જે. પંડયા, માળીયા(મી) મદદનીશ તા. પં. કચેરી એચ.વી. રાંકજા, માળીયા(મી) ટી.પી.ઈ.ઓ. એસ. બી. હુંબલ, માળીયા(મી) સી. ડી. પી. ઓ. શ્રી યુ.એલ ભીમાણી, ના.ઈજનેર, પી.જી.વી.સી.એલ. કે.ડી. હડીયલ, વી.ઓ.પશુપાલન વિભાગ ર્ડા. એચ.એલ.ભોરણીયા, વિ. અધિકારી, ખેતીવડી, માળીયા(મી) એસ.એલ. પીલીડીયા, પોર્ટ સુપરવાઈઝર, જી.એમ.બી. નવલખી એ.જે.ભાદરકી, તા.હે. સુપરવાઈઝર, માળીયા(મી) એમ.કે.પરમાર, માળિયા એસ. આઈ. નગરપાલિકા ટી. કે. પ્રજાપતી, માળીયા(મી) યુ.પી.સી.તા.પો. આર.પી.સોલંકી, જિલ્લા કો.અગરિયા હિત રક્ષકમંચ એમ. બી. બારૈયા વગેરે હાજર રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર