મોરબીના લાતી પ્લોટમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબીના લાતી પ્લોટમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૬ બોટલો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ ને ખાનગીરાહે બાતમી મળેલ કે રફીકભાઇ અબ્દુલભાઇ સૈકાત લાતી પ્લોટ શેરી નં ૧૩ મોરબી વાળો પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનું વેચાણ કરેછે. જેથી બાતમીના આધારે રેઇડ કરતા આરોપી રહેણાંક મકાને હાજર નહી મળી આવેલ જેથી રહેણાંક મકાનમાં તપાસ કરતા ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૭૬ કિ.રૂ.૨૫૮૯૦/- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.