હળવદના વાંકીયા ગામની સીમ ઘોડા ધ્રોઈ નદીમાંથી 10.67 લાખની ખનીજ ચોરી ઝડપાઈ
હળવદ: હળવદ તાલુકાના વાંકીયા ગામની સીમ ઘોડા ધ્રોઈ નદીના પટમાંથી રેતી ચોરીની માહિતી મળતા ખાણ ખનીજ વિભાગ ટીમે રેડ કરી હતી જેસીબી કંપનીના એસ્કેવેટર મશીન વડે રૂ.૧૦,૬૭,૮૭૯ ની કિમતની ખનીજ ચોરી મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી ખાણ ખનીજ કચેરીના માઈન્સ સુપરવાઈઝર ગોપાલભાઈ કિશોરભાઈ ચંદારાણાએ હળવદ પોલીસ મથકમાં JCB કંપનીનું એસ્કેવેટર મશીન જેના રજીસ્ટર નંબર-GJ-03-EA-8207 ના માલિક વિજયભાઈ લાલજીભાઇ વડસોલા રહે. ટીંબડી તા.જી. મોરબી વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ બિન-અધિકૃત રીતે પોતાના હવાલા વાળા JCB કંપનીનું એસ્કેવેટર મશીન જેના રજીસ્ટર નં- GJ-03-EA-8207 વાળાથી વાંકીયા ગામની સીમ ઘોડા ધ્રોઈ નદીના પટના વોકળામા બ્લેકટ્રેપ કુલ-૩૩૯૦.૦૯ મે.ટન પ્રતી મે.ટનના રૂ.૩૧૫/- લેખે રૂ.૧૦,૬૭,૮૭૯/- બ્લેક ટ્રેપ ખનીજનું બિન અધિકૃત ખનન/વહન કરી ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે માહિતી મળતાં ખાણ ખનીજ વિભાગે રેડ કરી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શનઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સલપોર્ટેશન એન્ડે સ્ટોમરેજ) રૂલ્સત-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમ ૧ થી ૬ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.