મોરબીના ધરમપુર ગામના પાટીયા નજીક કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી એક મારૂતી બલેનો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ મોરબી તાલુકાના રવિરાજ ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને સંયુક્તરાહે બાતમી મળેલ કે, ઘરમપુર પાટીયા નજીક આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે એક ઇસમ પોલીસને વાહન ચેકીંગ કરતા જોઇ જતા પોતાની મારૂતિ બલેનો કાર મુકી નાસી ગયેલ છે જે મળેલ બાતમીના આધારે જગ્યાએ જઇ ચેક કરતા મારૂતિ બલેનો કાર રજીસ્ટર નં. G-36-IC-0948 વાળીમાંથી ઈંગ્લશ દારૂની બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૬૨,૪૦૦/- નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી કુલ કિં.રૂ.૩,૬૨,૪૦૦ા- ના મુદ્દામાલ સાથે કાર મુકી નાસી જઇ હાજર નહીં મળી આવતા મજકુર કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.