Thursday, January 16, 2025

ગુટલી બાજ અધિકારીઓની હવે ખેર નથી! ડીડીઓ કરશે ગમે ત્યારે કરશે વિડિયો કોલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિ.પં.માં ફિલ્ડ કામના બહાને ગુટલી મારનાર કર્મચારીઓ સાવધાન, DD0ની ટીમ વિડીયોકોલથી કરશે મોનીટરીંગ

મોરબી: મોરબીના ડી.ડી.ઓ દ્વારા બે કર્મચારીની ટીમ બનાવાઈ રહી છે જે દરેક કર્મચારી ફિલ્ડ પર કામ કરશે તેને પ્રથમ કોન કરી તેના લોકેશન વિશે પુછ્યું જે બાદ તે લોકેશન પર હાજર છે તેની ખરાઈ માટે તેમને વિડીયો કોલ કરવા જાણ કરશે અને વિડિયો કોલમાં તેને તેના કામના સ્થળ પર છે કે કેમ ત્યાં બરાબર કામગીરી ચાલી રહી છે કે નહીં તેની જાણકારી મેળવવામાં આવશે. જો કર્મચારી ત્યાં હાજર હશે તો તેને કામગીરી વિશે માહિતી મેળવામાં આવશે અને જો કર્મચારી ત્યાં હાજર નહીં હોય તેને નોટીસ આપી તેની પાસેથી ખુલ્લાસો માંગવામાં આવશે અને તે રજા રીપોર્ટ મુકવા સુચના આપશે અને જો આવી ભૂલ વારવાર થશે તો જરૂરી એક્શન લેવાશે.

મોરબી જિલ્લા પંચાયતમાં આવતી અલગ અલગ શાખા જેવી કે માર્ગ મકાન વિભાગ સિંચાઈ વિભાગ,પંચાયત, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ,આઈસી ડીએસ તેમજ કૃષિ સહિતના અલગ અલગ વિભાગમાં મોટા ભાગની કામગીરી સીધી ફિલ્ડ લેવલે કરવાની રહે છે એટલે કે આ શાખાના કર્મચારી ગ્રામ પંચાયત વિસ્તારમાં કામ કરતા હોય છે.જોકે ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક વખત એવી ફરિયાદ આવતી હોય છે કે તેમના તલાટી મંત્રી,આરોગ્ય કર્મીઓ કે અન્ય ફિલ્ડના કર્મચારી હાજર રહેતા નથી તો બીજી તરફ કેટલાક ગુટલી બાજ કર્મચારી પોતે ફિલ્ડ માં હોવાનુ જણાવી ઘરે અથવા અન્ય કોઈ સ્થળે બીજા કામ કરતા હોય તેવી ભૂતકાળમાં ઘટના બની છે. ત્યારે આવી ઘટના પર અંકુશ આવે અને કર્મચારીઓ સમયસર તેના કામના સ્થળે હાજરી આપે અને કામના કલાકો પૂર્ણ થાય ત્યાં સુધી કામગીરી થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આગામી દિવસમાં જિલ્લા પંચાયત કચેરીથી જ સીધું મોનીટરીંગ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર