મોરબી કંડલા ને. હા. પર ધ ફન હોટલ નજીકથી પીસ્ટોલ તથા જીવતા કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ફન હોટલ પાસે નેશનલ હાઇવે રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પોસ્ટોલ નંગ – ૧ તથા જીવતા કાર્ટીસ નંગ- ૨ સાથે મોરબી એસ.ઓ.જી ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ. તથા પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, એક ઇસમ અમિતસિંહ જીતુભા રાજપુત છે. તે જનકપુરી સોસાયટી, મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ, ધ ન હોટલ પાસે, રહે છે અને તે અત્યારે ધ ફન હોટલ પાસે ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. તેવી મળેલ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી આરોપી અમિતસિંહ જીતુભા સોલંકી ઉ.વ.૩૭ ધંધો વેપાર રહે. જનકપુરી સોસાયટી, મોરબી કંડલા ને.હા. રોડ, ધ ફન હોટલ પાસે, તા.જી.મોરબી મુળ ગામ કારલી તા.બહુચરાજી જી. મહેસાણા વાળો ઇસમ પાસેથી પીસ્ટલ નંગ -૧ કિં રૂ.૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીઝ નંગ-૨ કિં રૂ.૨૦૦ મળી કુલ કિં રૂ.૧૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.