માળીયાના માણબા રેલ્વે પાટા પર આવેલ ઘોડા ધ્રોઈ બ્રીજ નીચેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
માળીયા (મી): માળિયા (મી)ના માણાબા રેલ્વેના પાટા પર આવેલ ઘોડા ધ્રોઈ બ્રીજ નં-૧૪૩ નીચેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) ના ખાખરેચી રેલ્વે ક્વાટર્સ નં-૧૯ બીમા રહેતા રીંકલભાઈ મહેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૨) એ કોઈ અજાણ્યો ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૦૬-૨૦૨૩ ના રોજ નવેક વાગ્યાથી સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ફરીયાદીનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો. મોટરસાયકલ બ્લુ કલર પટા વાળુ જેના રજી નં જી.જે.૨૭.એ.૦૮૮૯ વાળુ જેની કીં. રૂ.૨૫૦૦૦/- ગણી શકાય જેની કોઈ ચોરી કરી લઈ ગયો હોવાની ભોગ બનનાર રીંકલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.