મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીકથી પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીકથી દેશી પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીકથી આરોપી ભાવેશભાઇ ઉર્ફે રમેશભાઈ આતરેસીયા (ઉ.વ.૨૯) રહે. સો -ઓરડી શેરી નંબર -૭ સાગર પાનની બાજુમાં મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે વગર લાયસન્સે દેશી બનાવટની મેગજીનવાળી પીસ્તોલ નંગ -૦૧ કિં રૂ.૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ -૦૧ કિં રૂ.૧૦૦ મળી કુલ કિં રૂ.૧૦,૧૦૦ નાં મુદામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧બી)એ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.