મોરબી: શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીની દિકરી અમદાવાદ સાસરીયે હોય જ્યાં તેમના સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદી નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ અમદાવાદના નરોડા વિસ્તારમાં બી-૭૦૧ પરિમલ એકજોટીકા નવયુગ સ્કુલની પાસે દેવી સિનેમા પાસે પાયલનગર ગાર્ડન નરોડા અમદાવાદમાં રહેતા અને હાલ પાવન શેરી નં -૧ મોરબીમાં રહેતા અંકિતાબા યશરાજસિંહ ઝાલા એ આરોપી યશરાજસિંહ પરાકમસિંહ ઝાલા (પતિ), ઇલાબા પરાકમસિંહ ઝાલા (સાસુ), વ્રુંદાબા પરાકમસિંહ ઝાલા (નણંદ), ઉમાબા પ્રવિણસિંહ રાઓલ (માસીજી સાસુ) રહે બધા અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૨-૨૦૨૩ ના ત્રણ મહિના બાદ અવાર નવાર આજદીન સુધી ફરીયાદિને આરોપીઓ ઘરકામ બાબતમાં નાની નાની બાબતમાં મેણા-ટોણાં બોલી શારિરિક અને માનશિક દુ:ખ ત્રાસ આપતા હોય અને ફરીયાદી ના પતિ ને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોય અને દુ.ખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.