મોરબીના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે વિજ કાપ રેહશે
મોરબી: આવતીકાલે તારીખ ૦૭.૦૬.૨૦૨૩ ના બુધવારના રોજ નવા લાઈન કામ ની કામગીરી તેમજ ફીડર સમાર કામ ની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી જેલ રોડ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ,બોરીચા વાસ,ગૌશાળા રોડ,સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી,સબ જેલ,વાંકાનેર દરવાજા સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે..