Friday, November 22, 2024

IPPB મોબાઇલ એપ્લિકેશનથી ખોલી શકો છો પોસ્ટ ઓફિસ ડિજિટલ બચત ખાતું, જાણો કઈ રીતે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) તેની મોબાઇલ એપ્લિકેશન દ્વારા બજેટ ખાતાને ડિજિટલ રીતે ખોલવાની સુવિધા પૂરી પાડે છે. પોસ્ટ ઓફિસ ખાતાધારકો સરળતાથી આઇપીપીબી મોબાઇલ એપ્લિકેશન દ્વારા મૂળભૂત બેંકિંગ વ્યવહારો કરી શકે છે. અગાઉ ગ્રાહકોએ પૈસા જમા કરાવવા, બેલેન્સ ચેક કરવા, પૈસા ટ્રાન્સફર કરવા અને અન્ય નાણાકીય વ્યવહારો માટે નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડતું. હવે તમે આરડી, પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જો તમારી પાસે આઈપીપીબી ખાતું ખોલવા પોસ્ટ ઓફિસમાં જવાનો સમય નથી અને તમે ત્યાં લાઇનમાં ઉભા રહેવાની તકલીફને ટાળવા માંગતા હો, તો તમે ઘરેથી આઈપીપીબી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડિજિટલ બચત ખાતું ખોલી શકો છો. જણાવી દઈએ કે ખાતું ખોલવા માટે અરજદાર 18 વર્ષથી વધુની ઉંમરનો ભારતીય નાગરિક હોવો આવશ્યક છે. ચાલો આપણે જાણીએ કે તેની પ્રક્રિયા શું છે.

સ્ટેપ 1… તમારા મોબાઇલ ફોન પર આઈપીપીબી મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ પછી, આઈપીપીબી મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન ખોલો અને ‘ઓપન એકાઉન્ટ’ પર ક્લિક કરો.

સ્ટેપ 2…અહીં તમારે તમારો પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે.

સ્ટેપ 3….પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર દાખલ કર્યા પછી, તમને મોબાઇલ નંબર પર ઓટીપી મળશે. તે ઓટીપી દાખલ કરો.

સ્ટેપ 4….હવે તમારે તમારી માતાનું નામ, શૈક્ષણિક લાયકાત, સરનામું અને નોમિની અંગેની વિગતો આપવી પડશે.

સ્ટેપ 5…આ માહિતી દાખલ કર્યા પછી, સબમિટ કરો ક્લિક કરો. આ સાથે જ ખાતું ખુલ્લી જશે.

સ્ટેપ 6…તમે આ ઇન્સ્ટન્ટ બેંક એકાઉન્ટનો ઉપયોગ એપ્લિકેશન દ્વારા કરી શકો છો.

ડિજિટલ બચત ખાતું ફક્ત એક વર્ષ માટે માન્ય છે. ખાતું ખોલ્યાના એક વર્ષમાં, તમારે તે ખાતા માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણ પૂર્ણ કરવું પડશે, તે પછી તે નિયમિત બચત ખાતામાં રૂપાંતરિત થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર