મોરબી: મોરબી ગેસ્ટહાઉસ રોડ નજીક આવેલ તાલુકા પંચાયત માં આસપાસ ના ગ્રામ્યવિસ્તાર માંથી હજારો અરજદારો અરજી લઈને આવતા હોય છે.
તેમજ તાલુકા પંચાયતના સબબ કામકાજ માટે સરપંચ તલાટી મંત્રીઓ ની અવર જવર રહેતી હોય છે ત્યારે તાલુકા પંચાયતના ગેટ અંદર વાહન પાર્કિગ અરજદાર તેમજ કચેરીના કામ માટે આવતા લોકો માટે રાખેલ છે પરંતુ આસપાસ ના માથાભારે તત્વો બળજબરી થી વાહન પોતાની માલિકીના પાર્કિંગ કરીને અરજદારોને હેરાન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ વિપુલભાઈ જીવાણી એ ચક્રવાત ટિમ સાથે વાત કરીને જણાવ્યું હતું કે આસપાસ ના સ્થાનિકો બળજબરી પૂર્વક વાહન મૂકી જાય છે મનાઈ કરવા છતાં દાદાગીરી કરે છે આ બાબતે પોલીસ મથકમાં લેખિત જાણ કરી હોવા છતાં વાહન મૂકી ને હેરાન કરતા હોય છે ત્યારે આવા તત્વો વિરુદ્ધ પોલીસ કાયદેશરના પગલાં ભારે તેમજ દંડકીય કાર્યવાહી કરે તેવું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.
મોરબીના સામાકાંઠે બુધવારી માર્કેટમાંથી ગુમ થયેલ બાળકનું માતાપિતા સાથે મોરબી સીટી બી ડિવીઝન પોલીસની "SHE TEAM" મિલન કરાવ્યું હતું.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન આજે સાંજના પાંચેક વાગ્યે બુધવારી માર્કેટમાંથી આશરે ઉ.વ.૫ નુ વાલીવારસ વગરનુ બાળક મળી આવતા જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ...
મોરબી જિલ્લામાં ૧૧ નવી દૂધ મંડળીઓનું ઉદ્ઘાટન થયું; રૂ. ત્રણ લાખની સહાય અર્પણ કરાઇ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે તારીખ ૧૯ થી ૨૫ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે...
મોરબી: મોરબીના સામાકાંઠે આવેલ ઉમા વિદ્યા સંકુલે સરકાર દ્વારા કરેલ નાતાલની રજાનો અને સરકારના પરીપત્રો ઉલોળીયો કરી વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી સ્કૂલ ચાલુ રાખી હોવાની માહિતી સામે આવી છે ત્યારે શું મોરબી જીલ્લામાં શિક્ષણ અધિકારી તપાસ કરશે અને આ સ્કૂલ પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી ઘીના ઠામમાં ઘી...