મોરબીના પરસોતમ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના પરસોતમ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના પરસોતમ ચોકમાંથી આરોપી પ્રકાશભાઇ રસીકભાઇ હમીરપરા (ઉ.વ.૨૩) રહે. રવાપર રોડ કાલીકા પ્લોટ શેરી નં -૦૪ મોરબીવાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૩૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.