મોરબીમાથી ચોરી થયેલ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના કાલીકાનગર ન્યુ કેવલ સ્ટોનની ઓફીસની બાજુમાં પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી જે ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી બાઈક ચોર આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મુળ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના વતની અને હાલ મોરબીમાં ૩૦૧ નકલંક હાઈટ્સ, ઉમા ટાઉનશિપમા રહેતા હસમુખભાઇ નાનજીભાઈ હળવદીયા (ઉ.વ.૪૯) એ આરોપી મહેશભાઈ કમાભાઈ મેથાણીયા (ઉ.વ.૨૯) રહે. પંચાસર રોડ પેટ્રોલપંપ સુરાભાઈ ભરવાડના માકાનમા તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા.૨૮-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે ફરીયાદીનુ હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર – GJ-36-H-5840 જેની કિંમત રૂ.૨૫,૦૦૦ વાળુ કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર હસમુખભાઇએ આરોપી ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી આરોપી મહેશભાઈ કમાભાઈ મેથાણીયા (ઉ.વ.૨૯) રહે. પંચાસર રોડ પેટ્રોલપંપ સુરાભાઈ ભરવાડના માકાનમા તા.જી. મોરબી વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.