મોરબીમાં જુની અદાવતનો ખાર રાખી યુવક પર એક શખ્સનો છરી વડે જીવલેણ હુમલો
મોરબી: મોરબીમાં જુની અદાવતનો ખાર રાખી યુવકને સમાધાન કરવા બોલાવી યુવક પર એક શખ્સે છરી હુમલો કરી લોહિયાળ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સકત શનાળા રોડ પર મુરલીધર હોટલ પાછળ રહેતા ભુપતભાઇ નાગજીભાઈ વિકાણી (ઉ.વ.૪૦) એ આરોપી સન્નીભાઈ શાંતીલાલ કડવા રહે. ગોકુલનગર લાયન્સનગર સકત શનાળા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૫-૨૦૨૩ ના રોજ રાતના સવા આઠેક વાગ્યાના અરસામાં આરોપીએ જુની અદાવતની દાઝ રાખી ફરીયાદીને ફોન કરી સમાધાન કરવા સારૂ બોલાવી આરોપીએ પોતાના હાથમાં રહેલ છરીથી એક ઘા માથાના પાછળના ભાગે મારી લોહિયાળ ઈજા કરી ફરીયાદીને શરીરે મુંઢ ઈજા કરી ગાળો ભુંડા બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર ભુપતભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.