મોરબીમાં પુત્રને છોડવવા જતા પિતાને ત્રણ શખ્સોએ ફટકાર્યા
મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટી સામે રોયલ બેકરી નજીક આધેડ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાની દુકાને આવતા ત્રણ શખ્સોએ આધેડના દિકરાને મારતા હોવાથી છોડાવવા જતા ત્રણે શખ્સોએ યુવકને આધેડને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર આધેડે ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટમા રહેતા ગનીભાઇ જુમ્માભાઈ રાઉમા (ઉ.વ.,૪૭) એ આરોપી ભોલાભાઈ ઉર્ફે મોઇનભાઈ કાદરભાઈ લોઘા તથા બે અજાણ્યા માણસો રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૫-૨૦૨૩ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાના ઘરેથી નીકળી પોતાની દુકાને આવતા ત્રણ માણસો ફરીયાદીના દીકરાને મારતા હોવાથી છોડાવવા જતા આરોપી ભોલાભાઈના હાથમાં રહેલ લાકડાના ધોકાથી એક ઘા ફરીના ડાબા હાથની કોણી ઉપર મારી ઈજા કરી તથા અજાણ્યા બે આરોપીઓએ ફરીયાદીને મારા મારી કરી મુંઢ ઈજા કરી આરોપી ભોલાભાઈએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ગનીભાઇએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.