Sunday, December 22, 2024

મોરબી જલારામ મંદિર દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબ વાહિની સેવા તથા સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા તદ્ન વિનામુલ્યે પ્રદાન કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા તથા સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા સમાજને તદ્ન વિનામુલ્યે પ્રદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યુ છે ત્યારે વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની તેમજ એમ્બ્યુલન્સ મેળવવા માટે પ્રવિણભાઈ કારીયા-મો. ૯૮૭૯૮૭૪૯૧૪ , ચિરાગભાઈ રાચ્છ-મો. ૯૦૯૯૬૦૦૦૮૧, હરીશભાઈ રાજા-મો. ૯૮૭૯૨૧૮૪૧૫ નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, વૈકુંઠ રથ સેવા, અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, વિનામુલ્યે નેત્રમણી કેમ્પ, મેડિકલ સાધનો ની સેવા, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓની સેવા, બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, સામુહિક અસ્થિ વિસર્જન, કુદરતી આફત સમયની સેવા સહીતની વિવિધ સેવાઓ સમાજને પ્રદાન કરવામાં આવી રહી છે ત્યારે સંસ્થા દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની તેમજ સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા વિનામુલ્યે પ્રદાન કરવાનું સંસ્થા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર