Saturday, January 18, 2025

મોરબી પાવર હાઉસમાંથી ચોરી કરેલ મોબાઇલ સાથે બે રીઢા ગુનેગાર ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસમાંથી ચોરી કરેલ મોબાઇલ તથા અન્ય ચોરી કરેલ મોબાઇલ ફોન નંગ-૧૦ કુલ કી.રૂ. ૩૮૫૦૦/- ના મુદામાલ સાથે રીઢા ગુનેગારને પકડી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફ સાથે તે અંગેની કાર્યવાહી કરવા મોરબી તાલુકા વિસ્તારમાં પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે હાજી અકબરભાઇ માણેક ઉવ.૨૩ રહે.મોરબી-૨ સો-ઓરડી રામદેવપીરના મંદિર પાસે ધનાભાઇ ચાવડાની ઓરડીમાં જી.મોરબી તથા એજાજ ઉર્ફે ફારૂક સલીમભાઇ ભટ્ટી ઉવ.૨૪ રહે.મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ ઇદમસ્જિદ પાછળ જી.મોરબી વાળા ઇસમને અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧૦ સાથે પકડી પાડી મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ મોરબી તાલુકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરીને મેળવેલ હોય જે મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસમાંથી ચોરી કરેલ જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ આઇ.પી.સી કલમ-૩૭૯ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી ઇસમો પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન મળી કુલ મો.નંગ-૧૦ કિ.રૂ.૩૮૫૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી વધુ તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર