ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ECIL) એ તકનીકી અધિકારીની 650 જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારોની અરજીઓ માંગી છે.આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે નિયત એપ્લિકેશન ફોર્મેટમાં 15 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે.
કુલ ખાલી જગ્યાઓની સંખ્યા –650 જગ્યા
લાયકાત
તકનીકી અધિકારીની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી કુલ 60% માર્કસ સાથે પ્રથમ વર્ગ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ / ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ / ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનિયરિંગ / મિકેનિકલ એન્જિનિયરિંગ / કમ્પ્યુટર સાયન્સ એન્જીનિયરિંગ / ઇન્ફર્મેશન ટેકનોલોજી ડીગ્રી હોવી જોઈએ.
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન અરજી માટેની પ્રારંભ તારીખ – 06 ફેબ્રુઆરી
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 15 ફેબ્રુઆરી
- કોલ લેટર ઇશ્યૂની તારીખ – 20 ફેબ્રુઆરી
- દસ્તાવેજ ચકાસણીની તારીખ – 25 થી 27 ફેબ્રુઆરી
વય મર્યાદા
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 31 જાન્યુઆરી 2021 ના રોજ 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.આરક્ષિત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
ઓફિશ્યલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો