આરોગ્ય અને સુખાકારીનું મૂલ્યાંકન કરવા માટેની બે સૌથી અગત્યની બાબતો હાર્ટ રેટ અને શ્વસન દર છે.સારી વાત એ છે કે આ બંને પર હવે તમે તમારા મોબાઇલ ફોન દ્વારા દરેક સમયે નજર રાખી શકશો .ગૂગલ એક વિશેષ સુવિધા પર કામ કરી રહ્યું છે અને આ સુવિધાની મદદથી, વપરાશકર્તાઓ તેમના સેલ ફોનનો ઉપયોગ કરીને હાર્ટ રેટ અને શ્વસન દરને માપી શકશો.ગૂગલ આવતા મહિને આ સુવિધાને રોલઆઉટ કરી શકે છે અને આ સુવિધાઓ ગુગલ ફીટ એપ્લિકેશન દ્વારા પિક્સેલ ફોનમાં ઉપલબ્ધ થશે.
ગૂગલ હેલ્થના ડિરેક્ટર સ્વેતક પટેલ કહે છે કે ‘ગૂગલ ફીટ તમને તમારા ફોનના કેમેરાનો ઉપયોગ કરીને તમારા હાર્ટ રેટ અને શ્વસન દરને માપી શકશે.આ સુવિધાઓ પિક્સેલ ફોન માટે ગૂગલ ફીટ એપ્લિકેશનમાં ઉપલબ્ધ હશે.જેને વધુ એન્ડ્રોઇડ ઉપકરણોમાં વિસ્તૃત કરવાની યોજના છે.તેમણે એમ પણ કહ્યું કે, આવતા મહિનાથી, ગૂગલ ફીટ તમને તમારા ફોનના કેમેરાનો ઉપયોગ કરીને હાર્ટ રેટ અને શ્વસન દરને માપવાની મંજૂરી આપશે.
પટેલ કહે છે કે ‘તમારા શ્વસન દરને માપવા માટે, તમારે તમારા ફોનના આગળના ફેસિંગ કેમેરાને ધ્યાનમાં રાખીને માથું અને ઉપરનું ધડ રાખવું અને પછી સામાન્ય રીતે શ્વાસ લેવો.હાર્ટ રેટને માપવા માટે, ફક્ત તમારી આંગળી પાછળના ફેસિંગ કેમેરા લેન્સ પર મૂકો. કંપની દ્વારા તે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ સુવિધા તબીબી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે નથી.